Sunday 18 December 2022

ઈનોવેશન 2022

 


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી

ઇનોવેટરનું નામ : ભરતકુમાર રામજીભાઇ પટેલ       હોદ્દો:- મુખ્ય શિક્ષક

શાળાનું નામ:- ઝાડી ફળિયા વર્ગશાળા ગણદેવા       કલસ્ટર :- એંધલ

                તાલુકો: ગણદેવી જી: નવસારી 

મોબાઇલ નંબર :  7359960369   ઇમેલ આઇડી:- bharatantliya27@gmail.com

પ્રાથમિક { }  માધ્યમિક {  }  ઉ.માધ્યમિક { } પ્રશિક્ષણ

નવતર પ્રયોગનું શીર્ષક :-  The Multipurpose Hut

નવતર પ્રયોગની કેટેગરી :- સહ અભ્યાસિક પ્રવ્રુતિઓ.

નવતર પ્રયોગ સામુહિક કરેલ છે કે વ્યકિતગત :- વ્યકિતગત

નવતર પ્રયોગની શરૂઆત ક્યારથી કરવામાં આવેલ છે:- ૨૦૧૧ થી

નવતર પ્રયોગની કાર્યપધ્ધતિનું વર્ણન :-



૧. અર્થગ્રહણ યુકત વાંચન કૌશલ્ય વિકસાવે

૨. સર્જનાત્મકતા અને મૌલિક લેખન કૌશલ્ય વિકસાવે

૩. તહેવારની માહિતી મેળવી તેનું મહત્વ સમજે

૪. મુલ્યલક્ષી શિક્ષણ મેળવે.



The Multipurpose Hut


           પ્રકૃતિના ખોળે આવેલી મારી શાળા. કુદરતે ભરપૂર રીતે એનાં સૌંદર્યથી ઝળકાવી છે. એટલે તો "ઝાડી ફળિયા વર્ગ શાળાકહેવાય છે. બે ઓરડાની બનેલી મારી શાળા. શાળાના બાળકો મુક્ત રીતે રમી શકે એવું મેદાન પણ છે બાળકો શાળા સમય કરતા થોડા વહેલા આવતા હોય છે ત્યારે અને રિસેસ દરમિયાન પણ મેદાનમાં બાળકો સમય પસાર કરતા હોય છે તો સમયગાળા દરમિયાન બાળકો રમતા રમતા વિવિધ કૌશલ્ય શીખે માટે મેં શાળાના મેદાનમાં " The Multipurpose Hut "બનાવી.





"The Multipurpose " Hut વિશે

1. વાંચન કૌશલ્યના વિકાસ માટે

     "Multipurpose Hut માં ધોરણ  1 થી 5 નાં બાળકોને અનુલક્ષી ને મૂળાક્ષર ચાર્ટ્સ, બારક્ષરી અનુસાર વિવિધ શબ્દ ચાર્ટ, વાક્ય ચાર્ટ, અર્થગ્રહણ યુક્ત પેરેગ્રાફ વગેરે નાં સચિત્ર આકર્ષક ચાર્ટ લગાવવામાં આવેલ છે. બાળકો રિશેષ દરમિયાન હટમાં બેસે છે અને ચાર્ટમાંથી એમની કક્ષા અનુસાર વાંચન કરે છે એકબીજાની સાથે વાંચનની હરીફાઈઓ પણ કરે છે જેના થકી બાળકોને વાંચન ક્ષમતામાં ઘણો સુધાર થયેલ જોવા મળેલ છે ઉપરાંત લાઇબ્રેરીના પુસ્તકો પણ બુક ટ્રેમાં ગોઠવવામાં આવે છે જેમાંથી બાળક પોતાના મન ગમતા પુસ્તકો લઈ એના વિશે વાંચન કરે છે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે છે.

2 . સર્જનાત્મક --- મૌલિક લેખન

       ધોરણ થી ના દરેક બાળકોને ડબલ લીટીની નોટ આપવામાં આવેલ છે. રિશેષના સમયગાળા દરમિયાન નોટમાં મુક્ત લેખન કરે છે અને મનગમતા વિષયમાં અને આજુબાજુ ની વસ્તુ વિશે પોતાના વિચારોને મુક્ત રીતે રજૂ કરે છે. બાળકના લખાણને રોજ તપાસવામાં  આવે છે. એમાં થયેલ ભૂલો તરફ બાળકનું ધ્યાન દોરી એમાં સુધારો કરવામાં આવે છે. સારા લખાણને પ્રાર્થના સંમેલનમાં રજૂ કરવામાં આવે છે. જેનાથી બાળકો પ્રોત્સાહિત થાય છે પ્રયોગ થકી અક્ષર સુધારણા પણ શક્ય બની છે.

3. Festival tray.

   " Multipurpose Hut"  એક ફેસ્ટિવલ ટ્રે પણ મૂકવામાં આવે છે જેમાં જે તે માસમાં ઉજવાતા તહેવારોની કાપલી, તહેવારની દંત કથાઓ, તહેવારના ફોટા, તહેવારના ઉપયોગમાં આવતી વસ્તુઓ મૂકવામાં આવે છે પ્રાર્થના સંમેલનમાં  જે તે માસમાં આવતા તહેવાર વિશે તેનું મહત્વ તથા તેની માહિતી બાળકોને આપવામાં આવે છે બાળકો festival Tray માંથી માહિતી ભેગી કરી જાતે તહેવારો વિશે લખી. પ્રાર્થના સંમેલનમાં રજૂ કરે છે. પ્રયોગથી સર્જનાત્મક લેખન તથા મૌલિક વક્તૃત્વ શક્તિનો વિકાસ થયો જણાયો. તહેવારોના ઉજવવા પાછળના ઉદ્દેશને તેઓ સમજવા લાગ્યા.

4. ખોયા પાયા સ્ટોલ..

          "Multipurpose Hut"  ખોયા પાયા સ્ટોલ પણ મૂકવામાં આવેલ છે જેમાં બાળકોને જે કંઈક ચીજ વસ્તુઓ મળે છે એમાં મૂકી દેવામાં આવે છે અને બાળકો પોતાની વસ્તુઓ જાતે શોધીને લઈ લે છે.




        બાળકો શાળામાં સમય પહેલા આવતા હોય ત્યારે તથા રિસેસ નો મહત્તમ સમય "Multipurpose Hut" બેસીને કરે છે.

     ઉપરોક્ત જણાવેલ વિવિધ મુદ્દાઓ આધારિત બાળક વાંચન લેખન ગણન કાર્ય રસપ્રદ રીતે કરે છે અને પોતાનો મળેલ ફ્રી સમય નું મહત્તમ ઉપયોગ "Multipurpose Hut"માં કરે છે.



વર્ગખંડમાં બાળકના કક્ષાનું સા દરરોજ વાંચન લેખન ગણન કરાવવામાં આવે છે. પ્રાર્થના સંમેલનમાં મૌલિક વિચારો રજૂ કરવાની તક આપવામાં આવે છે.


  ૧.   આ પ્રયોગ હું દર વર્ષે કરતા આવ્યો છું જેના થકી જાણવા મળ્યું કે મારા બાળકો 100 ટકા માં વાંચન લેખન કરે છે.

 ૨.પ્રાર્થના સમયમાં મૌલિક વિચારો રજૂ કરતા થયા છે.

 ૩.મુક્ત લેખન કરતા થયા છે.

 ૪. વિવિધ તહેવાર ઉજવવા પાછળનું કારણ જાણી ઉત્સાહથી તહેવાર ઉજવતા થયા છે

૫. મુલ્યલક્ષી શિક્ષણ મેળવે છે.